અપરાધી દેવ - 18

(25)
  • 2.8k
  • 5
  • 1.2k

ભાગ-૧૮ રઘુ ત્યાં આગળ જુએ છે કે, નિતેશ સહિત ના ૪૦ માણસો ખેતર માં ખુબ ખરાબ રીતે ઘાયલ અવસ્થા માં પડેલા હોય છે. લગભગ દરેક ના હાથ-પગ ના હાડકાઓ ભાંગી ગયા હોય છે. દરેક ના ચહેરા ઉપર પણ લોહીવાળા ડાઘો હોય છે. લોહી જામી ગયું હોય છે, અને તેના પર મચ્છરો બણબણતા હોય છે. દરેક ને લગભગ મરણતોલ માર મારવામાં આવ્યો હોય છે. દરેક ના કપડાં ફાટેલા હોય છે, અને પીઠ અને પગો પર રીતસર સોજા દેખાતા હોય છે. રઘુ જેવો કઠણ હૃદય નો માણસ પણ ૪૦ માણસો ની આ હાલત જોઈ ૨ ઘડી માટે રીતસર રડી ઉઠે છે.