યોગ-વિયોગ - 6

(303)
  • 40.2k
  • 18
  • 19.9k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૬ સૂર્યકાંતને મનોમન લક્ષ્મીની વાત ફરી સંભળાઈ, “વિચાર નહીં બદલતા, કામનું બહાનું પણ નહીં કાઢતા, આપણે ઇન્ડિયા જઇએ છીએ.” અને એમનું ઢચુપચુ થઈ રહેલું મન ફરી એક વાર દૃઢ થઈ ગયું. એમણે સામે લગાડેલા સ્મિતા અને લક્ષ્મીના ફોટા તરફ જોયું. આ ખરેખર સ્મિતાની જ દીકરી હતી. સ્મિતા જેટલી જ મજબૂત, સ્મિતા જેટલી જ સાચી અને ઇમાનદાર. જિંદગી સાથે સ્મિતાની જેમ જ જોડાયેલી... પળપળને જીવી લેવામાં માનતી સ્મિતા સાવ મૃત્યુના બિછાને હતી ત્યારે પણ એનું સ્મિત ઝંખવાયું નહોતું. એણે સૂર્યકાંતને પાસે બોલાવ્યો હતો. એનો હાથ પકડીને થોડી વાર એની આંખોમાં જોઈ રહી હતી. બોલતાં બોલતાં