કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 25

  • 3k
  • 948

અધ્યાય 25 "સમય તૈયારીનો"જયારે સવાર ના છ વાગ્યા ત્યારે ધાબા પરના બારણાં માંથી પ્રકાશ આવ્યો અને રોબર્ટ ની આંખ ઉઘડી, તેણે ત્રાટક ને ઉઠાડ્યો ત્રાટક જાગ્યો અને સફાળો બેઠો થઈ ગયો.બંને જણ ફટાફટ ઉપર ગયા અને જોયું ત્યારે અર્થ હજી મીઠી નીંદર માણતો હતો.રોબર્ટે ત્રાટક સામે જોયું અને બોલ્યો "શું કરવું છે ઉઠાળવો છે?"ત્રાટક:" હા ઉઠાડવો તો પડસેજ."બંને અર્થ ને ઉઠાડ્યો અર્થ ને મીઠી નિંદર આવી હતી એટલે તે ઉઠવાનું નામ જ નહોતો લેતો ત્રાટકે જોર થી બૂમ પાડી" અર્થ ઊઠ.."અર્થ ને ત્યારે ખબર પડી કે તેને સાચેજ કોઈ બોલાવી રહ્યું છે.અર્થ ભર ઊંઘ માંથી જાગ્યો અને બોલ્યો ખરેખર સ્વપ્નછત માં