અંગારપથ. - ૫૭

(167)
  • 10.1k
  • 14
  • 4.7k

અંગારપથ. પ્રકરણ-૫૭. પ્રવીણ પીઠડીયા. અભિમન્યુની નસેનસમાં કાળઝાળ ક્રોધ વ્યાપી ગયો, તેની આંખોમાં લાલ હિંગોળાક લોહી ધસી આવ્યું, ભયંકર ગુસ્સાથી તેનું શરીર થરથર ધ્રૂજવા લાગ્યું. તેની નજરોની સામે જ તેની બહેનને દોઝખ સમાન નર્કની યાતના આપનાર શખ્સ ઉભો હતો. જે વ્યક્તિને શોધવા તેણે આકાશ પાતાળ એક કર્યું હતું એ વ્યક્તિ લોબોનો બોસ… નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટનો હેડ… સુશિલ દેસાઈ હશે એવી તો કલ્પના પણ ક્યાંથી કરી હોય.! અરે એવો વિચાર સુધ્ધા તેના કે લોબોનાં મનમાં ઉદભવ્યો નહોતો. અત્યાર સુધી સુશિલ દેસાઈને તેઓ એક ઈમાનદાર, ફરજપરસ્ત અને બીજા પ્રત્યે સહાનુભૂતી રાખનાર વ્યક્તિ તરીકે ઓળખતાં હતા. એ ઓળખાણ, એ માન્યતાં ક્ષણભરમાં ભાંગીને ભૂક્કો થઇ