મેળો

(12)
  • 5.5k
  • 1.6k

શું કોઈ ની સાથે પહેલી મુલાકાત એ જ છેલ્લી મુલાકાત હોઈ શકે...?? સરવરિયો શ્રાવણ એની મસ્તીમાં મસ્ત બની સરવર....સરવર...‌વરસી રહ્યો હતો. આખાય કાઠીયાવાડ ને જે વરસ આખુંય તલપાપડ બની ને કાગડોળે રાહ જોવડાવતો ઈ જન્માષ્ટમી નો મેળા ને આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા હતાં... હા, હું રાજકોટ નાં એ જ સાતમ આઠમ નાં અજાયબી જેવા અદ્ભૂત મેળા નો અહીં ઉલ્લેખ કરી રહી છું. મેળો કોઈ પણ હોય , જુવાન હૈયાઓ ને હેલે ના ચડે એવું બને નહીં હો....!! જોતજોતામાં મેળા નો દિવસ પણ આવી ગયો. આસપાસ નાં ગામો અને શહેરોમાં થી માનવ મહેરામણ ઉમટવા લાગ્યું....બધીય વરણ નાં