છબીલોક - ૮

  • 3.3k
  • 2
  • 1.1k

(પ્રકરણ – ૮) વાહ ! મઝા આવી ગયી. ચા નાસ્તો સરસ હતાં. લાલુએ પ્રશંસા કરતાં શાન્તુ સામે જોયું. આંખો આભાર વ્યક્ત કરી રહી હતી, પરંતું મનમાં એક પ્રશ્ન ઘૂંટાતો હતો. ગઈકાલે થેલીમાં અમુક ચીજો તો મળી પણ એક ચીજનો અધ્યક્ષે ખુલાસો નહોતો કર્યો કે શબ્દ એ ઉચ્ચાર્યો નહોતો. શાન્તુ - “અલ્યા લાલુ, ટ્રે અને આ બાકીની ચીજો બેઝીનમાં ધોઈ લે. સુકાય એટલે પ્રથમ સેનેટાઈઝ કરી દેજે. આ સેનેટાઈઝર છે. જંતુનાશક. બધી વસ્તુઓ જુદી રાખવી પડશે. ઘબરાઈશ નહી. તને આઇસોલેટ કરેલ છે. શંકા છે માટે. બહુ મન પર નહી લઈશ. સારું થશે, બધું સારું થશે. તારે કઈ કામ હોય તો મને