સનિકા.... પ્રણયનો વણછેડયો સૂર

  • 2.5k
  • 664

સનિકા (વાંસળી)... એક અદ્ભૂત નામની સાથે સાથે અદ્ભૂત ચારિત્ર્ય પણ તમે ધરાવો છો. એવું નામ જે દરેકનાં હોઠ પર રમતું હતું. અલબત્ત સન્માનથી... ક્યાંક ઈર્ષા થી તો ક્યાંક પ્રેમથી. પણ એ વાત જ ઔર હતી કે તમે જેના હોઠ પર તમારું નામ ક્ષણે ક્ષણે સાંભળવા ઇચ્છતા હતાં, એ ખાસ્સો ભાવ ખાઈ રહ્યા હતાં સનિકા. લાખો લોકોનાં હોઠ પર એને જોઈને જ તમારું નામ નીકળતું હતું એવી તમારી અનાયાસે બનેલી જોડી હતી. પણ એમના હોઠ પર તીખા મલકાટ સિવાય તમને કશું હાથ નહોતું લાગ્યું, સનિકા. તમે પણ ઇંતેજાર કરવા તૈયાર જ હતાં પણ ક્યાં સુધી? સમય જતાં તમે આશા છોડી દીધી