કડવું સત્ય

  • 4.4k
  • 720

યુવાનીના આંગણમાં પગલા માંડતી દીકરીએ પુછેલાં એક સવાલે, રેવતીના અંતરમાં કેટલાય વમળો ઉત્પન્ન કરી નાખ્યા.” મમ્મી તું જ્યારે કોલેજમાં હતી ત્યારે શું તારે કોઈ બોય ફ્રેન્ડ હતો?”. સહેજ ચમકી જઈને રેવતીએ માથું હલાવી ના પાડી. પણ એ ચમક અને નકારની વચ્ચેની સ્થિતિ તેને હચમચાવી ગઈ. શું એ નકારમાં ના હતી કે પછી પરાણે માથું ધુણાવી આવતા વિચારોને રોકવાની મથામણ હતી? ગમે તે હોય પરંતુ એકધાર્યા ચાલતા હાથ અટકી ગયા. ગોળા વણાતી રોટલી અચાનક લાંબી થઇ ગઈ. માંડ વીસ વર્ષ થયા ત્યાંતો દીકરી પારકી અમાનત છે ઝટ હાથ પીળા કરાવી દેવાની વિચારધારા ધરાવતા સમાજ સાથે પગલાં ભરતા રેવતીના માતાપિતાએ મનોહર