લવ રિવેન્જ - 19

(102)
  • 7.6k
  • 6
  • 3.8k

લવ રિવેન્જ પ્રકરણ-19 "એ પાછો નહીં આવે....!" કાર નજરોથી ઓઝલ થઈ જવાં છતાંપણ લાવણ્યા એ દિશામાં જોઈને ઊભાં-ઊભાં ધિમાં સ્વરમાં બબડી રહી હતી"એ પાછો નહીં આવે....!" લાવણ્યાની આંખોમાંથી હવે આંસુઓની ધાર વહી રહી હતી. થોડીવાર ત્યાંજ ઊભાં રહીને બબડાટ કર્યા પછી લાવણ્યાએ પાછાંવળીને અંકિતા તરફ જોયું. તે હજીપણ તેનાથી થોડેદૂર ત્યાંજ ઊભી હતી. તે પણ ત્યાં ઊભી-ઊભી રડી રહી હતી. લાવણ્યા હવે ધીમાં પગલે ચાલતી-ચાલતી તેની તરફ જવાં લાગી. અંકિતા પણ એજરીતે તેની તરફ આવવાં લાગી. થોડું નજીક પહોંચતાંજ લાવણ્યા દોડીને અંકિતાને વળગી પડી અને મોટાં અવાજે રડી પડી. "એ...એ પાછો નહીં આવે....!" "લાવણ્યા....!