પંખીઘર: ‘સામાજિક નિસ્બત ધરાવતી વાર્તાઓ’

  • 5.3k
  • 968

અનુ-આધુનિક ગુજરાતી વાર્તા સાહિત્યસ્વરૂપમાં અનેક નવી કલમો પ્રગટી તેમાં શ્રી અમૃત પરમારનું નામ પણ ધ્યાનાકર્ષક ખરું. આધુનિક સાહિત્ય તરફથી અનુ-આધુનિક સાહિત્ય તરફ ગતિ એટલે જનપદ, પ્રાદેશિક, દલિત, પીડિત, દરીબી વગેરેનું સર્વાંગી નિરૂપણ. શ્રી અમૃત પરમારની વાર્તાઓ પણ અનુ-આધુનિકતાના સંદર્ભે સામાજિક રૂઢીઓ, દલિત, પીડિત, ગરીબી વગેરેની પીડાઓ વ્યક્ત કરવા પ્રતિબદ્ધ છે. ઉપરના નિરીક્ષણો અમૃત પરમારના પ્રથમ વાર્તાસંગ્રહ ‘પંખીઘર’(૨૦૧૯)ના આધારે જોવા રસપ્રદ બાબત થઈ પડે તેમ છે. ‘પંખીઘર’ વાર્તાસંગ્રહમાં ‘પંખીઘર’, ‘જેડીઓ’, ‘નોકરી’, મામેરું’, ‘તમે કેવા?’, ‘માંજરી’, ‘આબરૂ’, ‘દોસ્તી’, ‘પડઘા’, ‘બે દોકડા’, ‘ભડાકો’, ‘ગર્વભંગ’, ‘પાણીનું પાઉચ’, ‘એકાંત’ અને ‘માણસની ખોટ’ એમ કુલ પંદર વાર્તાઓ ગ્રંથસ્થ છે. દરેક વાર્તા વિષયવસ્તુની દૃષ્ટિએ જુદી જ તરી