છેદ - વિચ્છેદ

(30)
  • 2.2k
  • 1
  • 574

અરે, કહું છું સાંભળો છો? લાલાનાં મમ્મી, ક્યાં છો, અરે તમે હરખથી રડી પડશો ને એવા સારા સમાચાર લ‌ઈને આવ્યો છું " શિવરાજ ભાઈ ડેલીએ હીંચકા પર બેસતાં બેસતાં તારાબેનને ઘરમાં શોધવાની કોશિશ કરી... "આ રહી , ક્યાં જાય આટલો મોટો સાપનો ભારો ઉપાડી ઉપાડીને. હવે ભગવાન મને ઉપાડી લે તો સારું.... બાકી મરનારા તો ન્યાલ થઈ ગ્યાં.આંઈ પંડે ૪-૪ છોકરાં જણ્યાં છે ને એકેય છોડી નથી ને છતાંયે મુઈ આ કાળી ગળે વળગાડી ને તમારા ભાઈ મોટે ગામતરે ઉપડી ગ્યાં. " તારાબેન રોજ આ કડવાં પ્રવચનો શિવરાજ ભાઈ ને માથાં માં મારતાં.... ડેલી માં દૂર ખૂણામાં ઉભી ઉભી મનીષા