ગોલુ પુરાણ

  • 2.3k
  • 1
  • 564

*ગોલું પુરાણ* સવારના દસ વાગ્યાનો સમય હતો. ગોલુ કાકા ઉંમરના ૮૭ વર્ષે પરમધામ સિધાવ્યા હતાં. સદીમાં ૧૩ બાકી હતાં. ઇનિંગ લાંબી અને કાંટાળાજનક હતી. બોલ બેટપર બરાબર આવતો નહોતો. ક્યારના ક્રિઝ પર અડીખમ ઉભેલા હતાં. બોલ બેટ પર આવે એટલે ધક્કો મારી દેતા. આખરે ઉપરવાળાના એક ના સમજમાં આવે એવા ફિરકિયે તેમની વિકેટ ઉડાડી. બપોરના ૩ વાગે સ્મશાને લઈ જવાના હતા. બધાજ સગા વહાલા ભેગા થઈ ગયા હતા પણ તેમની એક ના એક દીકરીની રાહ જોવાતી હતી. સફેદ વસ્ત્રોમાં મુલાકાતીઓ અંતિમ દર્શન કરવા આવ્યા હતા. શાંત ચહલ પહલ હતી. વાતાવરણમાં ગમગીની હતી. લોકો આપસમાં ધીમા અવાજે જાત જાતની વાતો કરી