માણસજાત

  • 1.9k
  • 418

હું ભૂકંપ... હ...હ..હ...હ....હ.... ગભરાશો નહીં! જોકે મને પણ મારું કામ કંઈ ખાસ પસંદ નથી પણ શું કરું... વર્ક ઈઝ વર્શિપ... માન્યું જ્યારે જ્યારે હું આવું ત્યારે ઝટકાઓ, ડર અને વિધ્વંસ લઈને આવું છું પણ આજે જે વાત હું લઈને આવ્યો છું એણે તો મને ઝટકા આપી દીધાં... બોલો !... હમણાં ત્રણ દિવસ પહેલાં મારી ડ્યુટી પથ્થરો પર વસેલા લદ્દાખના એક ગામમાં લાગી હતી. આ વખતે મને વધુ વિધ્વંસ કરવાનું જણાવાયું નહોતું, માત્ર ૪.૩ ઓછી તીવ્રતાના ઝટકા આપવાનાં હતાં અને પછી છ - છ કલાકે ત્રણ ચાર આફટર શોકસ્. શું આંખો અને મોઢું ફાડી