વિજેતા - પ્રેમ અને બલિદાન

(2.8k)
  • 5.3k
  • 1.4k

હું અમુક સમય લખતાં લખતાં અચાનક ક્યાંક ખોવાઈ જાઉં છું , છે કોઈ જે મને બદલી ગયું , મારું નામ બદલી ગયું, મારું સરનામું બદલી ગયું. મારા માટે એ કોઈ વ્યક્તિ નહિ પણ એક બદલાવ હતો મારી જિંદગીમાં, કોઈક વાર તો વિચારમાં પડી જાઉં છું કે હું હું છું કે તું થઈ ગયો, આ સંક્ષિપ્તમાં સમજાવવા માં હું એટલો સક્ષમ નથી એટલે તમને વાત વિગતે કહું છું. વાત વર્ષ 2011 ની છે જયારે હું મારા મનોરંજન માટે અને જ્ઞાન માટે વાર્તા અને કવિતા વાંચતાં વાંચતાં લખતાં શીખ્યો હતો, તે અરસા માં મારી કોલેજ માં એક પ્રતિયોગિતા યોજાઈ જેમાં મેં ભાગ