ચિત્કાર

(11)
  • 3k
  • 852

સુરજના સોનેરી કિરણો માતા નર્મદાના સ્વચ્છ પાણીને જાણે કે સોનેરી ઢોળ ચઢાવવા માંગતા ન હોય ! કેતન અપલક નયને કુદરતના આ અલભ્ય દશ્યને માણી રહ્યો હતો. કવિ નું હ્રદય કહો કે લાગણીનો ધસમસતો પ્રવાહ કહો કે પછી કવિ કલાપીનો બીજો અવતાર અેટલે જ તો કેતન. સુરજ ધીમે-ધીમે પશ્ચિમ દિશામાં પદાર્પણ કરી રહ્યો હતો.કેતન નયનરમ્ય આ દશ્ય માં જાણૅ કે ખોવાઇ જ ગયો હતો! "કેતન ...એ.. કેતન...'' કેતનના ખભા ને રીતસર હચમચાવી નાખતા નીતેશે કહ્યું "ક્યાં ખોવાઈ ગયો દોસ્ત ? હું તારી સાથે છું એ ત