પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 6)

(18)
  • 3.7k
  • 1
  • 1.3k

પલકને એમ જ થતું હતું કે પવન જ તેને મળવા આવ્યો હશે પણ દરવાજે જોયું તો ફરી ત્યાં નિખિલભાઈ હતા. પલકને અજીબ લાગતું હતું, નિખિલભાઈ અંદર બેઠા અને પલક સામે જોઈને કહેવા લાગ્યા, " પલક સાંભળ , આજે જ પવન સાથે મારી વાત થઈ, તેના લગ્ન નક્કી થઈ ગયા છે, એ તને મળવા આવવાનો જ હતો પણ તેના પરિવારે જલ્દી જ તેના માટે છોકરી જોઈ રાખી અને હવે પવન તને ક્યારેય નહિ મળે. " પલક ફરી ભાંગી પડી, આટલા વર્ષો બાદ મો પર આવેલું એ હાસ્ય ફરી દર્દ બની ગયું, પલક ખૂબ જ રડવા લાગી, નિખિલભાઈ તેને સમજાવતા હતા.. "