આત્મવિશ્વાસ

  • 4.2k
  • 1.6k

'આત્મવિશ્વાસ' શબ્દ જ આપણી આત્મા સાથે જોડાયેલો છે. જો આપણામાં આત્મવિશ્વાસ ન હોય તો આપણે છતે અંગે પાંગળા કહેવાય છીએ. આત્મવિશ્વાસ વિનાનો માનવી એ એક છતી પાંખોએ માળામાં બેસી રહે તેવું પક્ષી કહેવાય છે. જીવનમાં હંમેશાં આત્મવિશ્વાસ જરૂરી છે. યુવાન માણસનું જીવનનું આહ્વાન ઝીલીને દુનિયાને સામે આવવું એ આત્મવિશ્વાસની સાધના છે. કે અજાણ્યા સમુદ્રને ઓળંગીને કોઈ એક કિનારે પહોંચીશ જ એવો ચોક્કસ વિશ્વાસ એ જ કોલંબસની સફળતાની પહેલી અને ખૂબ જ મોટી મૂડી હતી. બીજા પણ ઘણાં માણસો સમુદ્રને ઓળંગીને અમેરિકા પહોંચી શકત, પરંતુ તેમના ચિત્તમાં વિશ્વાસ નહોતો. તેમને એવી શ્રદ્ધા નહોતી કે કિનારો છે