સંપત્તિવાન

(13)
  • 2.2k
  • 1
  • 598

આંખોમાં સમયની વ્યાકુળતાને જાકારો, કપાળમાની કરચલીઓ તો જાણે મોરપિચ્છની કલગી, વાર્ધકયનો રંગ કેશને મનોરમ્ય બનાવવામાં સફળ થઈ રહ્યો હતો. જીભ ને કાન ક્યારેક વળી સાયુજ્ય સ્થાપી ન હતા શકતા. મારી સવાર આવી એક સારસબેલડી ને જોઈને થતી. ઉઠવાનું તો વહેલું હોય પણ મને જગાડવાનું કામ આ બંને કરતા. હું રોજ સવારે જ્યા ઉભી હોય ત્યાં સામે એક વયોવૃદ્ધ દંપતી શાકભાજી વેચવા બેઠા હોય. ઓળખાણ તો કાંઈ નહિ, પણ મને એ બંનેને જોવા બહુ ગમે, મારી પ્રતીક્ષાને તેઓ કંટાળાજનક માંથી રસપ્રદ બનાવી દે. દાદા બધો વહીવટ કરે, બા તો બસ ટેકો દેવા જ બેઠા હોય એવું લાગે, હાવભાવ કે આંખો ભલે ન કહે પણ