લવ રિવેન્જ પ્રકરણ-21 "બધાં રાહ જોતાં ઊભાંજ છે....!" બાઇક ચલાવી રહેલાં સિદ્ધાર્થે પાછળ તેને ચીપકી બેઠેલી લાવણ્યાને કહ્યું. તેઓ કોલેજ પહોંચવાંજ આવ્યાં હતાં. રોડની પેલી બાજુ કોલેજનાં ગેટનાં ઢાળ ઉપર ગ્રૂપનાં બધાંજ ટોળું વળીને રાહ જોતાં ઊભાં હતાં. "આ બાજુ થોડું દૂર ઊભું રાખજેને ....!" લાવણ્યાએ હાથ કરીને સિદ્ધાર્થને કોલેજ કેમ્પસનાં કમ્પાઉન્ડની બાઉંન્ડરી વૉલ પાસે ગ્રુપનાં ફ્રેન્ડ્સથી થોડું દૂર બાઇક ઊભું કરવાં જણાવ્યું. સિદ્ધાર્થે ડોકી હલાવીને બાઇકનાં સાઇડ મિરરમાં જોયું. પાછળ કોઈ સાધન નથી આવતું એ જોઈને સિદ્ધાર્થે બાઇક વાળીને રોડની બીજી બાજુ કોલેજ કેમ્પસનાં કમ્પાઉન્ડની બાઉંન્ડરી વૉલ જોડે ધીમી સ્પીડે ચલાવ્યું. રોયલ એનફિલ્ડનો