નવા જીવનનો પ્રવેશ

  • 1.7k
  • 712

સલોની આજે ખૂબ જ ખુશ હતી.હોય પણ કેમ નાં.એનાં સપનાનાં રાજકુમાર સાથે એનાં લગ્ન જો થવાના હતાં.જેને એને પહેલેથી ચાહ્યો હતો એવા એનાં મનનાં માણીગર જોડે એનાં લગ્ન થવા જઈ રહ્યાં હતાં.એટલે સલોની ખૂબ જ ખુશ હતી. બસ એક મહિના પછી જ સલોની અને સાહિલનાં લગ્ન હતાં. સાહિલ એક બિઝનેસ મેન છે.જે પહેલા સલોનીની પડોશમાં જ રહેતો હતો.પણ હવે તેમણે અમદાવાદ નાં એક પોશ એરિયામાં બંગલો લીધો હતો અને ત્યાં રહેવા જતા રહ્યાં હતાં.સાહિલ અને સલોની બચપણથી એકબીજાને ઓળખે અને બચપણથી એકબીજાનાં મિત્ર.આ દોસ્તી પ્રેમમાં ક્યારે ફેરવાઈ ગઈ એની ખબર એ બંનેને નાં રહી. જો સલોની હુ તને કહી દઉ