અધુરી લાગણી.

(14)
  • 4.1k
  • 630

એ નવી નવી આવી હતી કોલેજમાં અને આવતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી. અમે એક જ રૂટ પરની એક જ બસમાં જતા હતા એક વખત છૂટતી વખતે વરસાદ થઇ રહ્યો હતો તેના વાળ પલડી જવાથી બારી જોડે સુકવી રહી હતી તેની બાજુમાં સીટ ખાલી હતી મેં એને પૂછ્યું હું અહીં બેસી શકું. તેને કહ્યું જરૂર અને પહેલીવાર શબ્દોની આપ-લે થઈ. એક બીજાના સબ્જેક્ટ પૂછ્યા, થોડા ઘણા પરિચિત તો હતા જ એટલે વાતોમાં થોડા એક બીજા સાથે સહેલાઇથી હળી મળી ગયા હતા. હવે તો દરરોજ એક જ રૂટની બસમાં બેસીને કોલેજ જવાનું હોવાથી તેને મને આવીને કહ્યું કે તારી બાજુ