અદ્ભૂત, વિચિત્ર સપનાઓ!

  • 2k
  • 556

જો લેખનું શિર્ષક વાંચીને જ અહા કેવી લાગણી અનુભવાય છે. પરંતુ અદ્ભુતની બાજુમાં આ વિચિત્ર શબ્દ કેમ મૂક્યો અને એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરવામાં જ ઘણા લેખ વાંચવાનું ભૂલી જશે. પણ ખેર, જો તમે આ વાંચી રહ્યા છો તો તમારુ ધ્યાન એ વિચિત્ર કરતાં ચોક્કસ આ લેખ પર વધુ હશે! મને તો એ ખબર પણ નથી કે આ લેખ છપાશે કે કેમ? અને જો છપાશે તો ક્યાં અને કેવી રીતે? તેમ છતાં લખી રહ્યો છુ. એ જ સપનાઓ વિશે જેને માણસ જાત વર્ષોથી જોતી આવી છે. કદાચ માણસના જીવવા પાછળનું મુખ્ય કારણ પણ એ જ છે.