નવા રિપોર્ટ કાર્ડ

(13)
  • 3.6k
  • 1
  • 1.2k

Story on a Gujarati proverbકહેવત: બોલે તેના બોર વહેંચાયલગ્ન પહેલાં શિક્ષિકા હોવા છતાં, ખુશ્બુએ જીવન ના પંદર વર્ષ ઘર, બાળકો અને પરિવાર ને રાજી ખુશી સમર્પિત કરી નાખ્યા. જરૂર પડતાં, એ ફરી નોકરી ગોતવાં નીકળી પડી. એના નસીબ સારા હતા અને અંગ્રેજી નું જ્ઞાન હોવાના લીધે, એને તરત એક Kidzee franchise પૂર્વશાળામાં કામ મળી ગયું. પરિવાર અને પ્રેમાળ પતિના સાથ ના કારણે, ખુશ્બુ ઘર અને સ્કૂલ ના બધા કામમાં પહોંચી વળતી. મહેનતુ તો હતી જ, સાથે ચીવટ વાળી પણ હતી. સ્કૂલની પ્રધાન આચાર્યા એનાં કામથી ઘણી ખુશ હતી. છ માસમાં ખુશ્બુનો પગાર વધી ગયો. ખુશ્બુએ છ મહિનામાં પૂર્વશાળામાં ઘણાં આધુનિક ફેરફાર કર્યા.