સંબધની મર્યાદા - 6 - ગાંઠ છૂટી ગઈ..

  • 2.6k
  • 2
  • 748

મેં અંતે મારી બધી વ્યથાને તેના હાલ પર છોડી દીધી હતી. ત્રણ રસ્તા હતા, તેમાંથી સાચો રસ્તો એક જ હતો. પણ કહેવાય છે ને જો ઘૂઘવે નહીં તો સમંદર શાનો. અણગમો હતો, પણ આંશી વગરની નિત્યા પ્રવેશતી હતી. માલિનીને પ્રેમ કરતો હતો, પણ કદાચ એટલે જ કે માલિની મને અઢળક પ્રેમ કરે છે. મારે કરવો પડે છે, એટલે... વિચારોની એક અવાસ્તવિક દુનિયામાં ચેતન્ય ફરતો હતો. પોતાની ઓફિસમાં કામનો ઢગલો હતો પણ જ્યાં સુધી માણસને બહારની જિંદગી માંથી શાંતિનો આભાસ ન થાય ત્યાં સુધી એ કામ ના કરી શકે.. બાજુની ઓફીસ માંથી આંશીનો ફોન આવ્યો, બધી ઓફિસમાં એક