મીનું

  • 1.9k
  • 676

" કાકા મને ઓળખો છો... ??.." " ના બેટા ઓળખાણ નથી પડતી... " " કાકા હું મહાવીર ભાઈની દીકરી મીનલ યાદ આવ્યું..?? " " હા બેટા યાદ આવ્યું ચોપાસ આંગણામાં ઠેકડા મારતી મારી પાસે દરરોજ ચોકલેટનો કર ઉઘરાવતી મારી મીનુ... બરાબર ને..?.. કેમ છે બેટા..??.." " સારું છે કાકા... " " અરે આવ દીકરા બેસ બિચારા મહાવીર ભાઈ જીવનના દુખિયારા હતા તારા જન્મ વખતે તારી મા મરી ગઈ એકલા હાથે તને મોટી કરતા હતા તને સાવકી મા કનડે નહીં એટલે એમણે ક્યારેય બીજા લગ્ન કરવાનું વિચારેય ના કર્યો બિચારા તું કામ કરી શકે એવડી થઈ