યોગ-વિયોગ - 21

(349)
  • 24.1k
  • 15
  • 16.1k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૧ સૌ જમવા બેઠા ત્યારે સૂર્યકાંત મનોમન સહેજ મલકાયા, ‘‘ભલે જરા કડક વર્તી લે હમણાં, બાકી વસુ કશુંયે ભૂલી નથી. બધી જ મારી ભાવતી વાનગીઓ, મને ગમે એવી જ રીતે બનાવાઈ છે. ઘરનો શ્રીખંડ, બટાકાનું લીલા મસાલાનું શાક, મિક્સ કઠોળ ઉપર કાચું તેલ અને ઝીણા સમારેલાં કાંદાં, લવિંગવાળા ભાત અને સહેજ ગળી કઢી.... ‘‘આટલા વર્ષો પછી પણ વસુના હાથની રસોઈ એવી ને એવી છે.’’ સૂર્યકાંતથી વસુની સામે જોઈને વખાણ કર્યા વિના ના રહેવાયું. ‘‘હું તો રસોડામાં ગઈ જ નથી. બધું જાનકીએ જ બનાવ્યું છે.’’ ‘‘પણ મેનુ તો તેં બનાવ્યું ને ? તું કશુંયે ભૂલી નથી