મધદરિયે - 4

(11)
  • 2.1k
  • 1.3k

પુષ્પા પરિમલના ઘરેથી એક અજબ ખુશી અને પિતાના મૃત્યુનું દુઃખ લઇને જતી હતી... પોતે હવે શું કરશે એ વિચાર તેના મનમાં ન હતો.હા તેણે પરિમલનો જેટલો સંગાથ કર્યો હતો તેના પરથી એક ઉત્તમ મિત્ર અને પરિમલના પિતાના રૂપમાં જાણે પોતાનાજ પિતાને પામી હોય તેવી લાગણી થઈ રહી હતી.. પરંતુ તેના કારણે કોઈ પરિમલ ના પરિવાર ને નડતર થાય તો? બસ આ ડરથી તે નીકળી ગઈ હતી. પરિમલ મિરર માં તેને જ જોઈ રહ્યો હતો. પુષ્પા પણ જાણતી હતી કે પરિમલ તેને જ જોઈ રહ્યો છે.. પુષ્પા બોલી "ગાડી ચલાવવા માં ધ્યાન આપો, મને શું જોઈ રહ્યા છો? "