સિંગલ મધર

(16)
  • 2.8k
  • 1k

" Niju , don't worry I am withyou ." કહી વિદ્યાબેને આઠ વરસ ની નિજુ પર થી સાયકલ ઉઠાવી અને પછી નિજુ ને ઉભી કરી ઘર માં લઇ ગયા. ફસ્ટ એડ બોક્સ લાવી પગ માં પડેલો ઘા સાફ કર્યો. હજુ પણ નિજુ ના ડુસકા બંધ થયા નહતા. એટલે વિદ્યાબેને એને બાથમાં લીધી. અને એને બેડ માં સુવડાવી. ઊંઘ માં એ બેડ પર થી ગબડી પડી ને એક ચીસ સાથે ઉઠી ગઈ..... જોયું તો નીરજા એરપોર્ટ પર નાનકડી આના સાથે હતી. "Niju , don't worry I am with you. " નો પડઘો હજુ પણ નીરજા ના મન માં ગુંજી રહ્યો હતો