યોગ-વિયોગ - 22

(307)
  • 23.5k
  • 16
  • 15.8k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૨ રાજેશ અને અંજલિ પોતાને ઘેર જવા નીકળ્યાં ત્યારે સૂર્યકાંતને ભેટેલી અંજલિનું રૂદન છૂટી ગયું. આટલાં વર્ષોની ફરિયાદ અને અભાવો જાણે અંજલિની આંખોમાંથી વહી રહ્યા હતા. આમ તો અંજલિ આવી હાલતમાં રડે એ રાજેશ માટે અસહ્ય હતું, પણ અત્યારે રાજેશ ચૂપચાપ એની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. એ જાણતો હતો કે અંજલિને રોકવાથી કંઈ નહીં થાય. આટલાં વર્ષોની પીડા એની આંખોમાંથી વહી રહી હતી અને એ વહી જાય તો જ એનું મન હળવું થાય એવું હતું. ‘‘બાપુ, આઇ મિસ્ડ યુ બાપુ !’’ અંજલિ કહી રહી હતી. ‘‘આઈ મિસ્ડ યુ ટુ માઇ ચાઇલ્ડ, આઇ મિસ્ડ યુ