બુલબુલ

  • 4.8k
  • 1.1k

બચપણમાં સમજણ આવ્યાના સમયથી કશુંક પણ લખવાની લતના કારણે કાગળ અને કલમ સાથે બંધાયેલો નાતો સુજાતા એ આજ દિવસ સુધી અવિરત જાળવી રાખ્યો હતો. સૂતા પહેલાં જ્યાં સુધી ચાર લીટી તેની જીવથી વ્હાલી ડાયરીમાં ન ટપકાવે ત્યાં સુધી સુજાતા ને કંઈક અધૂરપ લાગ્યા કરતી. છેલ્લાં કેટલાય સમયથી જે ઉમળકા, ઉત્સાહ અને આનંદ તો ક્યારેક વિષાદ, ખાલીપો તો ક્યારેક કોઈ ભૂતકાળમાં કોઈ નિસ્વાર્થ પ્રેમની અવેજીમાં ઝંખેલી ઝંખનાની અરજીને તેની મરજી વિરુદ્ધ કચડી નાખવાનું અસહ્ય દર્દ હોય આવાં કંઇક લાગણીઓની મિશ્રિત લાગણીઓના અનુવાદને તેની ડાયરીમાં ટપકાવતી વખતે તેના ચહેરા પરની લાગણીઓના આરોહ અવરોહની શિવાંગ નોંધ લેતો પણ... હંમેશા તે સુજાતાની મનોસ્થિતિનો તાગ