બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૭

  • 2.5k
  • 1
  • 686

અધ્યાય ૭ હિરલને સૂવડાવી મિનલ પણ સૂવાનો પ્રયત્ન કરતી હતી. દરરોજ દસના ટકોરે ઘસઘસાટ સૂઇ જતી મિનલ આજે બે વાગવા છતાં પથારીમાં પડખાં પર પડખાંં ઘસતી હતી. દિવસ દરમિયાન જગાકાકા સાથે થયેલી વાતો એને જંપવા જ દેતી નહોતી. બાપુજીને ચિંતાતૂર જોઈ એમનુ માથુ દબાવી આપતી મિનલ, બા અને બાપુજીના સ્વધામ ગયા બાદ ઘણા પ્રયત્નો છતાં રડી ન શકેલી ગૂમસુમ મિનલ, દાદીની વ્હાલસોયી મિનલ, રેલીઓમાં મોખરે રહેતી મિનલ, બેબાક જવાબ દેતી મિનલ, ગરીબ મજૂરોની તારણહાર મિનલ, રેલમંત્રી મિનલ એવી પોતાના જ જીવનની ઘટમાળ આજે એને એક પછી એક સાદ્રશ્ય થઈ રહી હતી. વારેવારે જુના દિવસો એની આંખો સમક્ષ કોઈ જાગતા સ્વપ્નની