બાપ (The father)

  • 2.8k
  • 934

યુનિવર્સિટીની કેન્ટિનમાં રોશને બંને હાથમાં છથી સાત ચોકલેટ સાથે પ્રવેશ કર્યો. મિત્રવર્તુળ એક ટેબલ ઉપર તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું. રોશનને પ્રવેશતો જોતાં જ સુશાંતે બૂમ પાડી “ઓ મહાશય આ બાજુ પધારો“ રોશને એક ચોકલેટનું રેપર ખોલીને ખોલાય તેટલું મોં ખોલીને ચોકલેટ ખાધી તેને જોઇને નિકિતા બોલી ઉઠી “આ શું ગાંડપણ છે? “ રોશને જવાબ આપ્યો “જો હવે પાંચ મિનિટની વાર છે, પાંચ મિનિટ બાદ આપણા બધા ઉપર એમડી પિડિયાટ્રિશિયનનો સિક્કો વાગી જશે, પછી આખી જિંદગી બાળકોને આપણે એ જ સલાહ આપવાની છે કે બેટા ચોકલેટ નહીં ખાવાની, ચોકલેટ ખાવાથી દાંત ખરાબ થઈ જાય વગેરે વગેરે... એટલે આજે આપણે