ધ ઘોસ્ટ ઓફ સન

(35)
  • 2.5k
  • 3
  • 704

એક ઇન્ટરનેશનલ કંપનીમાં મંદીનું મોજું ફરી વળ્યુ ને બધા કામદારો અને એમપ્લોય ને થોડા દિવસ માટે રજા આપી દીધી ને બધા ને કહેવામાં આવ્યું કે કંપની તમને જાણ કરશે ફરીથી જોઈન થવા માટે. કંપની તો ખાલી થઈ ગઈ, કોઈ પોતપોતાના ઘરે ગયા તો કોઈ ટૂર પર, તો કોઈ ગામડે જતાં રહ્યાં. કંપનીમાં પંકજ પણ એમપ્લોઈ હતો. તે રજા ના કારણે ત્યાં રહેવાના બદલે તેની પત્ની ને લઇ ગામડે જવાનો નિર્ણય કર્યો. ગામડે ગયો તેનો ઘણો સમય થઈ ગયો હતો. સામાન પેક કરીને બસ દ્વારા પંકજ અને તેની પત્ની પોતાના ગામડે પહોંચ્યા. ગામનું પાદર જોઈ પંકજ ને આંખ ને ઠંડક થઈ.