ઋણાનુબંધ

(13)
  • 4.2k
  • 914

“એ ઉભા રીયો, ઉભા રીયો, તમને કવ છું”, ગઈકાલે સાંજે દૂધ લેવા જતી હતી ત્યાં રસ્તામાં પાછળથી અવાજ સંભળાયો અને સામેથી આવતા બહેને કહ્યું, “પેલી છોકરી તમને બોલાવે છે.” મેં પાછળ ફરી ઈશારાથી એને થોભવાનું ન કહ્યું હોત તો એ રોડ ક્રોસ કરવા જતાં કોઈની કાર સાથે ભટકાઇ ને ઇજાગ્રસ્ત થઈ હોત. મારા તેની પાસે પહોંચતા જ તે પાંચેક વર્ષ ની બાળકી હાંફતી હાંફતી બોલવા લાગી, “ તમને ક્યારનીય બોલાવું છું, ઊભાય નય રેતા.” “બોલો ને, શું કહેવું છે?” “ તમને યાદ નય હોય,” “હા, બરાબર છે” “ તે દી તમે આવી રીતે આઈથી હાઇલા જાતાતા ને, કેડબરી પાઈનેપલ ની મોટી બધી