કોરોના કથાઓ - 9 - વતન કી રાહ પે..

  • 2.2k
  • 954

વતન કી રાહ પે..એક બાજુ પીક લોકડાઉનના દિવસો- બધાં જ ઘરમાં કેદ અને દુનિયા સુમસામ. અને બીજી બાજુ મારા ઘરમાં ગેસ ગીઝરમાં પાણી લઈ જતી પ્લાસ્ટિકની લાઈન ગરમીથી ફાટી. એક નળમાં પણ પાણી ખૂબ ધીમું અને પાણી કરતાં હવા સુ.. કરતી નીકળ્યા કરે. પ્લમ્બરની તાત્કાલિક જરૂર પડી. મકાન બનતું હતું ત્યારના વિશ્વાસપાત્ર પ્લમ્બર રામતીર્થને ફોન કર્યો. આમ તો એ બધા પોતાનાં રાજ્યમાં ચાલ્યા ગયા હોય.રામતીર્થ હવે ગુજરાતી બની ચુકેલો. ફોન લઈ કહે લોકડાઉન ઉઠે કે તરત આવું.લોકડાઉનનો અંતિમ તબક્કો હળવો હતો. રામતીર્થ ફરી ફોન કરતાં તરત આવ્યો. કહે પાર્ટ્સ મળે એ માટે હાર્ડવેરની દુકાન ખુલે એટલે મેળ પડે. શ્રીમતીએ પૂછ્યું