વિરહિણી

  • 3.7k
  • 864

પ્રિતમ ની યાદમા પ્રિયતમા નજરો કરે દુર દુર, એને સાથ આપતી નાનકડી બારી પણ જોયા કરે પ્રિયતમા ને, આ વિરહની તરસી આંખલડી પ્રિતમ તારી યાદમા, આજ તારી પ્રિયતમા દિન-રાત તને યાદ કરે... આજે રૂપાના દિલમાં ઉભરાઈ રહેલા ઉમંગોની કોઈ સીમા નહોતી, જાણે હૃદયનો ઉમળકો ખળભળતી નદીના ધોધની જેમ વહી રહ્યો હતો. એક નવીનવેલી દુલ્હનની જેમ શરમાતી રહેલી રૂપા આજે અધીરાઈ પૂર્વક અહીંથી તહીં ફરી રહી હતી. ઘડીક ઘરના ઝરૂખે તો ઘડીક ઘરના આંગણે એના કુમકુમ ભર્યા પગલાં પડી રહ્યા હતા. આ અદરેકા આનંદ એટલા માટે હતો કે આજે વર્ષના વિરહ પછી એનો પ્રિયતમ ઘરે આવી રહ્યો હતો. ઝરૂખે બેઠેલી અભિસારિકા