કોરોના કથાઓ - 10 - પોઝિટિવ માણસ

  • 2.5k
  • 964

પોઝીટીવ માણસલોકડાઉન તેના પીક પોઇન્ટ પર હતું. પેલું શું કહે છે, ચરમસીમા પર. (આવા શબ્દો મોટેથી કોરોના વાયરસ સામે બોલો તો કદાચ એ પણ ભાગી જાય.) લોકોમાં કોરોના વાયરસનો ભય પણ ચરમસીમાએ હતો. જ્યાં જુઓ ત્યાં જોવા જેવું કશું જ નહીં. નર્યો સુનકાર. બધું જ ભેંકાર. ખાલીખમ રસ્તાઓ, સવારે ઉઘડી બે કલાકમાં બંધ થઈ જતી દૂધ અને શાકની દુકાનો, નામ પૂરતા જ ખુલતા મેડિકલ સ્ટોર્સ સિવાય કશું જ દેખાય નહીં. અરે, કોઈ રંગીલાને સામી બારીમાંથી પાડોશણ કે રસ્તે જતી સુંદરતાઓ જોવી હોય તો એને પણ ઘોર નિરાશા જ સાંપડે.લોકોનાં મોં માસ્કથી બંધ ને સોસાયટીઓના ગેઇટ તાર કે તાળાથી બંધ. રસ્તાના