બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 9

  • 2.9k
  • 818

બીજા દિવસે સવારના સાત વાગ્યે વિજયને તેના કોલેજ ફ્રેન્ડનો કોલ આવ્યો. કોલમાં વિજયના મિત્રએ તેને કોલેજ આવવા જણાવ્યું હતુ. તેથી વિજય તૈયાર થઇ આઠ વાગ્યાની બસમાં જામનગર આવી ગયો અને દસ વાગ્યા પહેલા કોલેજ પહોંચી ગયો. તે કોલેજમાં તેના મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો એવામાં તેના ફોનમાં મેસેજ આવ્યાની રીંગ વાગી. વિજય મેસેજ જોઇને મિત્રોથી થોડો દૂર ચાલ્યો ગયો. નિશા વોટ્સેપમાં વિજયને મેસેજ કરી રહી હતી, “તમે ક્યાં છો?” “કોલેજમાં છું.” “ત્યાં ફોન યુઝ કરવા દે છે?” “હા” “ઓહો. સરસ!” “હા. બોલ બીજું.” “આજ શનિવાર છે તો હું સાડા ત્રણ વાગ્યે સ્ટેશન આવીશ. તમે મારો વેઇટ કરજો.” “કેમ