વાણી અને અંકુશ

(14)
  • 2k
  • 512

અત્યારે હાલ હું થોડો વ્યસ્ત છું, હું થોડો સમય પછી તને ફોન કરું.અને અંકુશે આટલી વાત સાથે જ ફોન કટ કર્યો. આ વાતને વિતી ગયે પણ લગભગ ૩૭ કલાકની આસપાસ થઈ ગયા હતા. પણ અંકુશ તરફથી કોઈ પણ જાતનો પ્રતિસાદ ન મળ્યો. વાણીથી રહેવાયું નહીં, તેણે ઝડપથી ડેસ્ક પર પળેલ ફોન લીધો અને તેના કરતાં પણ વધારે ઝડપથી અંકુશને ફોન કર્યો. સામેના છેડાથી અવાજ આવ્યો, તમે જે નંબરનો સંપર્ક સાધવા માંગો છે તે હમણાં સ્વીચ ઓફ છે,મહેરબાની કરીને થોડા સમય પછી પ્રયાસ કરો.અને ફોન કટ થઈ ગયો.જે પ્રમાણે માહિતી મળી કે થોડા સમય પછી પ્રયાસ કરો તે જ પ્રમાણે વાણીએ