શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૨

(27)
  • 3.6k
  • 1.4k

રાતના ૦૮:૦૦ કલાકે, પરેશના રૂમમાં ‘આપણે બને તેટલા વહેલા મૈસુર પેલેસની મુલાકાત લેવી પડશે.’, શ્યામાએ પરેશને જણાવ્યું. ઘડિયાળના રહસ્યમાંથી સ્થળ જાણી જવાને કારણે શ્યામા ઉતાવળમાં હતી. તે જાણતી હતી કે હવે તેના સિવાય કોઇ નથી, જે ખજાનાની શોધમાં હોય અને પરેશ કે વિવેકની કોઇ ભૂલના કારણે તક ગુમાવવા માંગતી નહોતી. કોફીનો કપ હાથમાં રાખી પરેશ હજુ ઘડિયાળની ગોઠવણ વિષે જ અભ્યાસ કરી રહ્યો હતો. જ્યારે વિવેક તેના મોબાઇલમાં વ્યસ્ત હતો. ‘પરંતુ અત્યારે તો પેલેસ બંધ હશે.’, વિવેક મોબાઇલ પર આંગળીઓ ફેરવતાં બોલ્યો. ‘કાલે સવારે આપણે જવાના છીએ.’, શ્યામાએ વિવેક પ્રત્યે અણગમો દર્શાવ્યો. પરેશ કોફી