પ્રેમ ની અલગ પરિભાષા - 2

  • 2.4k
  • 822

ભાગ 2વહી ગયેલી પળો [ રચનાને સારા% હોવાથી અને તેને જોયેલું ડોક્ટર બનવાનું સપનું પુરુ કરવા તેના મમ્મી પપ્પા તેને અમદાવાદ ભણવા માટે મૂકવા જાય છે. અને મૂકી ને આવતા આવતા રસ્તામાં તેમને અલગ જ પ્રકારનો ભય મનમાં સતાવે છે. ] રમેશ અને સરલા આંખોમાં આંસુ સાથે ઘર તરફ પ્રયાણ કરતાં હતા. અને આ બાજુ રચનાને તો કંઈક અલગ જ આનંદ હતો, જાણે તેના શરીરને પાંખો આવી ગઈ હોય એવું લાગતું હતું. તેને તો તેના સપનાનું શહેર મળી ગયું હતું. હવે તો તે તેના સ્વપ્નમાં જાતે જ રંગો પૂરવા સમથઁ હતી.