લવ રિવેન્જ પ્રકરણ-25 નોંધ: હું UPSCની examની તૈયારી કરી રહ્યો હોવાથી “Love Revenge” સ્ટોરીના હવે પછીનાં પ્રકરણ કદાચ થોડાં લેટ થવાની સંભાવનાંછે. (કોઈ વાચકને UPSCની examની તૈયારી માટે કોઈ પ્રકારનું ગાઈડન્સ જોઈતું હોયતો મારાં નંબર ઉપર whatsapp કરી શકે છે). ******* “નેહાએ હાં પાડી દીધી છે....!” “આસો” મહિનાનાં ઘેરાં કાળાં વાદળોનાં ગડગડાંટની જેમજ લાવણ્યાનાં મનમાં સિદ્ધાર્થે કહેલાં શબ્દો ગડગડાંટ કરી રહ્યાં. લાવણ્યા આઘાત પામી ગઈ. તેની આંખમાંથી બારે મેઘાંનાં નીર વરસી રહ્યાં. કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા શૂન્યમનસ્ક તાકી રહી. “નેહાએ હાં પાડી દીધી છે....!” “હાં પાડી દીધી છે....!” લાવણ્યાનાં મનમાં હવે એજ શબ્દોનાં પડઘાં પડવાં લાગ્યાં. તેનાં ધબકારાં વધી જતાં