મારો પેહલો સ્પર્શ

(8.9k)
  • 4k
  • 1k

આજે કોણ જાણે કેમ મારી આંખ અજવાળું થતાં પહેલા જ ખુલી ગઈ. આમ તો ઘર માં મારા માટે સૂર્યવંશી નામ પ્રચલિત હતું. કારણ આ રાજા સૂર્યોદય થયા પછી, બારી વાટે સૂર્ય પ્રકાશ પથારી પર ના પડે ત્યાં સુધી ઉઠવું પોતાની શાન વિરુદ્ધ ગણતા હતા. આ અધભૂત ક્રિયા પાછળ નું કારણ તરત જ ધ્યાન માં આવી ગયું. મને મારી પથારી માં થી અજબ દુર્ગંધ આવતી લાગી, એ દુર્ગંધ અસહ્ય હોવાથી મારી નિંદ્રા નું કસમય મૃત્યુ નીપજ્યું હતું. મેં ઉઠી ને આજુબાજુ નજર ફેરવી ને તરત કારણ મળી ગયું, મારા પલંગ ની બાજુમાં ઘણા બધા સડેલા જમરૂખ પડ્યા હતા. "માઁ