રેશમા

(12)
  • 1.5k
  • 454

રોડ ને કાંઠે જ કબ્રસ્તાનનો દરવાજો હતો. દરવાજાની બાજુમાં એક ઓટલો હતો. આ ઓટલા પર એક લગભગ ૬૦ વર્ષના મુસ્લિમ બુઝુર્ગ રોજ બેઠા હોય. કુરતુ અને લેંઘો, માથે શ્વેત મુસ્લિમ ટોપી પહેરી હોય. શ્વેત દાઢીમાં તેમનો ચહેરો ખૂબ નિર્મળ લાગે. બેઠા બેઠા આવતા જતા વાહનો જોયા કરે. તેમના મોઢા પર દુઃખ પણ નહીં ને સુખ પણ નહીં એવો ભાવ ધારણ કરેલો હોય. કબ્રસ્તાન નો દરવાજો મોટાભાગે બંધ હોય, પરંતુ ક્યારેક જતા-આવતા ખુલ્લા દરવાજામાંથી અંદર નજર કરી હું જોતો. કબ્રસ્તાનની અંદર કબરોની વચ્ચે વચ્ચે ફુલછોડ વાવેલા