પિશાચિની - 11

(82)
  • 7.6k
  • 6
  • 3.6k

(11) જિગર તેના માથા પર સવાર બલા-અદૃશ્ય શક્તિ શીનાને પંડિત ભવાનીશંકરના વશમાં જતી બચાવવા તૈયાર થયો, એટલે શીના બોલી ઊઠી કે, ‘‘જિગર ! એમાં તારા જીવનું જોખમ છે. તું મોતના મોઢામાં પણ ધકેલાઈ શકે. બોલ, હવે તું મને મદદ કરવા માટે તૈયાર છે ? ! ?’ શીનાની આ વાત સાંભળીને જિગર સહેજ ડર્યો-ડગ્યો. પણ અત્યારે હવે તેણે હિંમતભેર કહી નાંખ્યું : ‘શીના, હું તને ભવાનીશંકરથી બચાવવા માટે મારા જીવનું જોખમ લેવા તૈયાર છું.’ અને જિગરે કલ્પનાની આંખે જોયું તો શીનાના ટેન્શનભર્યા ચહેરા પર રાહત આવી ગઈ. ‘મને હતું જ કે, તું મારે ખાતર તારો જીવ જોખમમાં મૂકતાં નહિ ખચકાય !’