ભાગ-૨૫ ફોન પર ખબર સાંભળતા જ સુહેલદેવી હતપ્રભ બની જાય છે, તે સૂચના આપે છે કે ભાનુપ્રતાપ ને હોસ્પિટલ પર લઇ જવામાં આવે. તેને ઊંડે ઊંડે આશા હોય છે કે ભાનુપ્રતાપ કદાચ બચી જાય. ભાનુપ્રતાપ ની પત્ની અને બાળકો ને લઇ તરત સુહેલદેવી હોસ્પિટલ પર પહોંચે છે. ત્યાં ફરજ પર ના ડોક્ટર જાણ કરે છે કે, ભાનુપ્રતાપ મૃત્યુ પામ્યા છે. આ સમાચાર આગ ની જેમ ફેલાય છે, અને જિલ્લા હોસ્પિટલ પર ભીડ ભેગી થઇ જાય છે. ભાનુપ્રતાપ ની લાશ આગળ સુહેલદેવી અને ભાનુપ્રતાપ ના પત્ની ધ્રુસકે ધ્રુસકે રોઈ પડે છે. બાળકો હતપ્રભ બની ઉભા હોય છે. ભાનુપ્રતાપ નો સેક્રેટરી, દેવ