શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૩

(19)
  • 3k
  • 1
  • 1.2k

બીજા દિવસે, સવારના ૧૦:૩૦ કલાકે શ્યામા અને પરેશ તીવ્ર ગતિથી બલરામ પ્રવેશદ્વાર તરફ પગ ઉપાડી રહ્યા હતા. વિવેક લટાર મારવા નીકળ્યો હોય તેમ આરામથી તેઓની પાછળ જ હતો. જ્યારે બીજી તરફથી ઇશાન અને સુનિતા પણ દ્વાર તરફની ગતિમાં જ હતા. સમય આવી ગયો હતો સામસામે આવવાનો. ‘તું?’, શ્યામાના પગ જમીન સાથે જડાઇ ગયા. ‘હા!’, ઇશાન બરોબર તેની સામે ઊભો હતો. ઇશાને પરેશ સામે પણ નજર નાંખી. પરેશ હેબતાઇ ગયો. ઇશાન જીવતો હતો. કેવી રીતે? ‘અરે...! ઇશાનભાઇ... તમે?’, પરેશે ના માત્ર સ્મિત ચહેરા પર ફરકાવ્યું. ‘તે...મારા પિતાની હત્યા કરી છે’, સુનિતા શ્યામા તરફ ગુસ્સામાં આગળ વધી.