કોરોના કથાઓ - 13 - પાસપાસે તોયે કેટલા જોજન

  • 2.4k
  • 832

પાસપાસે તોયે કેટલાં જોજન"પાસપાસે તોયે કેટલાં જોજન દૂરનો આપણે વાસ !જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ…..પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ."મેં અરીસા સામે ઉભી ગાઈને કરેલું રિહર્સલ પૂરું કર્યું. તેણે કામ વચ્ચેથી તાળી પાડી મને વધાવી."તું ડ્રેસ રિહર્સલમાં ખૂબ જ જામે છે. લોકો તને સાંભળવા કરતાં જોયા જ કરશે." કહેતાં તે પાસે આવ્યા અને મને કમરેથી પકડી વહાલ કર્યું. મેં શરમાઈને યોગ્ય પ્રતિભાવ આપ્યો. એનો અર્થ અમારી છ મહિનાથી પરણેલાંની જેસ્ચર્સની ભાષામાં 'થેન્ક યુ' થાય."બેગ તૈયાર છે ને! હું મુકવા આવું છું." તેણે કહ્યું."ત્રણ દિવસના છ ટંક ચાલે એટલાં