વેવાઈ ની માંગણી

(52)
  • 2.5k
  • 4
  • 902

દીકરી બાવીસ વર્ષની થઈ એટલે પિતા વિનોદભાઈ ને લગ્ન ની ચિંતા થવા લાગી. એક સાધારણ માણસ અને ઉપર થી દહેજ ની પ્રથા ચિંતા માં વધારો કરી રહી હતી. દીકરો હજુ ભણી રહ્યો હતો. એટલે હમણાં તો તેની પાસે કોઈ કમાણી ની આશા પણ રાખી શકાય તેમ ન હતી. વિનોદભાઈ ના સાળા નો ફોન આવ્યો તે દીકરી માટે સારા ઠેકાણા ની વાત કરતા હતા. દીકરો ભણેલો ગણેલો ને નોકરી કરનારો છે. ઉપર થી ઘર પણ પૈસાદાર છે. આ સાંભળી ને વિનોદભાઈ તેં માણસો ને તેડાવે છે. ફોન મૂકતા પહેલા તેના સાળા કહે છે કે તે લોકો ની થોડી માંગણી તમારે પૂરી