આશાનું કિરણ

  • 3.2k
  • 924

મારા આ ઘરના પ્રાંગણમાં બેઠો હતો અને વિચારતો હતો કે આ કુદરતે કેવો વેશ ધારણ કર્યો છે. હા ખરેખર…તમને જાણીને પણ આશ્ચર્ય થશે. એક તરફ આ ઠંડો ફૂંકાતો પવન ક્યાંક એના વસંતની યાદ કરાવતો હતો અને આ બીજી તરફ કાળા ઘમ્મર વાદળો એવા ટોળે વળ્યાં હતા ને કે હમણાં જ આ મેઘો ધરા પર મન મૂકીને તૂટી પડશે. આ રમણીય થયેલ વાતાવરણ વર્ષાની યાદ અપાવતું હતું અને આ કાળા વાદળોની પાછળ રહેલા પેલાં સૂરજદાદા પોતાના સોનેરી કિરણોરૂપી તેજ પ્રસરાવી આ ધરાને ક્યાંક પ્રકાશિત કરી રહ્યા હતા. છે ને આ કુદરત પણ થોડું નટખટ !! એ પણ હવે આ દુનિયાની જેમ